મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલ અર્પણ બાળકોની હોસ્પિટલ (ફોન ૦૨૮૨૨ ૨૨૬૭૦૦, ૦૨૮૨૨ ૩૫૫૨૬૬)ના ડોકટર જયદીપ પટેલ (કાચરોલા) દ્વારા મલેરીયાના રોગ અંગે સંપૂર્ણ વિગતવાર લેખ રજૂ કરવામાં આવ્યો છે. મલેરીયા : આ રોગનાં વધારે પડતાં કેસો ચોમાસામાં (જુલાઈથી નવેમ્બર) જોવા મળે છે. પ્રોટોઝોઆથી થતો રોગ છે. આ રોગ અનોફિલસ માદા મચ્છર કરડે ત્યારે ફેલાય છે. મલેરિયાનાં દર્દીને મચ્છર કરડી તે જ મચ્છર બીજા માણસને કરડે ત્યારે મલેરિયાના દર્દીનાં લોહીમાં રહેલ પ્રોટોઝોઆ બીજા માણસમાં ટ્રાન્સફર થાય અને રોગનો ફેલાવો થાય. આ પ્રોટોઝોઆ ૪ પ્રકારનાં હોય છે. પ્લાસમોડિયમ વાયવેક્સ, ફાલ્સીપેરમ, મેલેરિ અને ઓવેલિ. ગુજરાતમાં સામાન્ય રીતે વાયવેક્સ અને ફાલ્સીપેરમ જોવા મળે છે. વાયવેક્સને સાદો મલેરીયા અને ફાલ્સીપેરમને ઝેરી મલેરિયા તરીકે ઓળખવામાં આવે છે. લક્ષણો : એકાંતરા ભારે તાવ આવવો અને ઠંડી લાગવી એ મુખ્યત્વે જોવા મળતું હોય છે, પરંતુ બધા કેસમાં એ જરૂરી નથી. તાવ સાથે માથાનો દુ:ખાવો, ઉલ્ટી, કળતર, નબળાઈ જેવા લક્ષણો પણ જોવા મળે છે. નાના બાળકોમાં ક્યારેક તાવ સાથે ઉલ્ટી - ઉબકા અને ઝાળા પણ જોવા મળે છે. બાળકોમાં બરોળ મોટી થઈ જાય છે. ગંભીરતા : અમુક દર્દીઓમાં સમયસર સારવાર નાં થાય તો લિવર, કિડની પર સોજો આવે અથવા મગજ પર અસર થઈ સકે છે, આંચકી આવી જાય જેને આપણે સેરિબ્રલ મલેરીયા (cerebral malaria) કહીએ છીએ. લોહીની ટકાવારી ઓછી થઈ જાય, પેશાબ લાલ આવે એવા અમુક કેસો જોવા મળે છે. નિદાન : લોહીની તપાસ દ્વારા ખબર પડે છે. જેમાં પેરીફેરલ સ્મીઅર (PS) thick and thin અને RD KIT for malaria નો સમાવેશ થાય છે. બાકીના રીપોર્ટ દર્દીની જનરલ કંડીશન મુજબ કરવામાં આવે છે . સારવાર : ક્લોરોક્વિંન , આરટીર્સુનેટ, આરટીમિથર - લુમેફેટ્રીન , ક્વીનીન જેવી દવાઓ ઉપલબ્ધ છે, જે ડોકટરો દર્દી ની ગંભીરતા પર નક્કી કરતા હોય છે. બાકીની દવાઓ તાવ, ઉલ્ટી, માથાનો દુ:ખાવો, લોહી ચડાવવું કે નહિ, જેવી સારવાર દરેક દર્દીની જનરલ કંડીશન પર આધારિત હોય છે. મલેરિયાનો અટકાવ : મચ્છર ના કરડે એ જ એકમાત્ર ઉપાય છે. રહેણાક વિસ્તારમાં પાણીનાં ખાબોચીયા ના ભરાય તો મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. મચ્છરનાશક રસાયણો જેવા કે ઓલ આઉટ, ગુડ નાઈટ, અગરબત્તીઓ વાપરી શકાય. મચ્છર દાનીમાં સૂવું, વિન્ડ માં મચ્છર દાની જાળી (mosquito net) નાખવી. બાર રમવા જાય બાળકો ત્યારે ઓડોમસ જેવી ટ્યુબ પણ લાગવી શકાય. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..