રાજ્ય મંત્રીના હસ્તે યુવાનોને રોજગાર પત્ર એનાયત કરાશે મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળના પાંચ વર્ષ પુરા થતા સુશાસન પાંચ વર્ષની ઉજવણી કરવામાં ભાગરૂપે અનેકવિધ પ્રજાકીય કાર્યો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે મોરબીમાં યુવા શક્તિ દિનની ઉજવણી કરાશે અને રાજ્ય મંત્રીના હસ્તે યુવાનોને રોજગાર પત્ર એનાયત કરાશે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને પાંચ વર્ષ પુરા થવાના પાવન અવસરે આવતીકાલે તા.6 ઓગસ્ટના રોજ મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યુવા શક્તિ દિન એટલે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમમાં યુવાનોને રોજગાર પત્રનું વિતરણ કરાશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..