હડતાળની આડમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ટ્રકમાં તોડફોડ કરતા પેપરમીલ ઉદ્યોગમાં પ્રોડક્શન બંધ મોરબી : જિસકા માલ ઉસકા હમાલ પધ્ધતિ અમલી બનાવવાની માંગ સાથે છેલ્લા દસ દિવસથી મોરબી જિલ્લામાં ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ હડતાળ શરુ કરતા સીરામીક અને પેપરમીલ ઉદ્યોગ બાનમાં આવી ગયો છે. દૂધ, ખાદ્ય ચીજવસ્તુઓ અને ફાર્માસૂટિક્લ પ્રોડક્ટ માટે જરૂરી પેપરનો જથ્થો પરિવહન કરતા ટ્રક રોકી કહેવાતા ટ્રક - ટ્રાન્સપોર્ટરો તોડફોડ કરતા હાલમાં પરિવહન ઠપ્પ થઈ જતા પેપરમીલ માલિકો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટ્રાન્સપોર્ટરોની દાદાગીરી બંધ કરાવવા માંગ ઉઠાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં 26 જુલાઇથી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા હડતાળ પાડવામાં આવતા સીરામીક અને પેપરમીલ ઉદ્યોગને માઠી અસર પડી છે. જેથી આજે પેપરમીલ ઉદ્યોગકારો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પેપરનું પરિવહન કરતા ટ્રકને અટકાવી કહેવાતા ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવતી તોડફોડ અટકાવી પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે. વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં બનતો પેપર ખાસ કરીને દૂધની પ્રોડક્ટ, ફાર્માસ્યુટિકલ અને અન્ય જીવન જરૂરી ચીજોના પેકીંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ અમુક તત્વો દ્વારા પેપરનું પરિવહન કરતા વાહનોને અટકાવી તોડફોડ કરવામાં આવતા હાલમાં પરિવહન અટકી પડ્યું છે. પરિણામ સ્વરૂપ પેપરમીલમાં તૈયાર માલનો ભરાવો થતા હાલમાં પેપરમીલમાં પ્રોડક્શન બંધ કરવાની નોબત આવી હોય તાકીદે આવશ્યક સેવામાં ઉપયોગી પેપરનું પરિવહન ચાલુ કરાવી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના નામે દાદાગીરી કરતા તત્વો વિરુદ્ધ પગલા ભરવા અને પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..