મોરબીના મહેન્દ્રનગર પાસે નવી સમર્પણ હોસ્પીટલ પાછળ પ્રભુકૃપા ટાઉનશીપમાં મારામારીની ઘટનામાં ત્રણ શખ્સો સામે ફરિયાદ મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે નવી સમર્પણ હોસ્પીટલ પાછળ પ્રભુકૃપા ટાઉનશીપ અંદર રીક્ષા લઈને ફેરો કરવા ગયેલા રીક્ષાચાલક ઉપર લોખંડના સળિયાથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રામકૃષ્ણ નગર બ્લોક નંબર જે-૫માં રહેતા જયદીપભાઇ ભીખુભાઇ કોટક (ઉં.વ ૨૪) એ આરોપીઓ નરવત રામસિંગ નાયક તથા અન્ય બે અજાણ્યા મજુરો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨ ના રોજ રાત્રીના આશરે સવા નવેક વાગ્યાના સમયે મહેન્દ્રનગર નવી સમર્પણ હોસ્પીટલ પાછળ પ્રભુકૃપા ટાઉનશીપ અંદર ફરીયાદીનાં ભાઇ રાજુભાઇ ભીખુભાઇ કોટકના હવાલા વાળી રીક્ષા નંબર જીજી-૩૬-યુ-૬૯૨૫ વાળી લઇને ફેરો કરવા ગયેલ હતા. ત્યારે કોઇ અગમ્ય કારણોસર એક આરોપીએ તેની સાથેનાં બે અજાણ્યા આરોપીઓ સાથે ઝગડો થતા આરોપીઓએ જાનથી મારી નાખવાનાં ઇરાદે માથાનાં ભાગે સળિયા વડે માર મારી બ્રેન હેમરેજ તથા ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી તથા છાતી-પેટનાં ભાગે મુંઢ ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..