રો-મટિરિયલના ભાવ વધારા અને રાજસ્થાન સરકારની હેરાનગતિથી સીરામીક એકમો થાક્યા મોરબી : રાજસ્થાનથી આવતા સીરામીક રો મટીરિયલમાં રાજસ્થાન સરકારની હેરાનગતિ, ટ્રાન્સપોર્ટ હડતાળ અને રો-મટિરિયલના ભાવ વધારાથી થાકી-હારી નેનો ટાઇલ્સ બનાવતા સીરામીક એકમો દ્વારા આગામી તા.10 ઓગસ્ટથી પ્રોડક્શન અને ડીસ્પેચ બંધ કરવા નિર્ણય લીધો છે. મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટ હડતાળ અને અન્ય કારણોસર નેનો ટાઇલ્સ એકમોને પડતી મુશ્કેલી મામલે ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં હાલમાં ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલતી હોવાની સાથે રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરતા મુશ્કેલી પડી રહી હોવાથી પ્રોડક્શન સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. ઉપરાંત ભાડામાં તથા રો-મટીરીયલમાં અસહ્ય ભાવ વધારો થતા આ મિટિંગમાં નેનો ટાઇલ્સ બનાવતા તમામ મેમ્બરો હાજર રહેલ અને સર્વાનુમતે નિર્ણય કરી આગામી તા. 10.08.21 થી એક મહિના સુઘી ડીસ્પેચ તથા પ્રોડક્શન બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં નેનો ટાઇલ્સ બનાવતા 36 જેટલા એકમો આવેલા છે. ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાળને પગલે નેનો ટાઇલ્સ સિવાયના અન્ય સીરામીક એકમોમાં પણ લોડિંગ અનલોડીંગ બંધ થતા પ્રોડક્શન સામે સવાલો ઉભા થતા સીરામીક એસોશિએશન દ્વારા સત્તત મીટિંગોનો દૌર ચાલી રહ્યો હોવાનું મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..