મોરબીમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકો માટે મોબાઈલ સ્કૂલ-મોબાઈલ ક્લિનિકનો ડ્રિમ પ્રોજેક્ટનો વિચાર તરતો મુકાયો મોરબી સિવિલ હોસ્પિટલમાં ખાનગી તબીબોને સેવા માટે ખુલ્લું આમંત્રણ : મોરબીને પાંચમું અર્બન હેલ્થ સેન્ટર મળશે મોરબી : શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નેજા હેઠળ મોરબી અપડેટ આયોજિત મોરબી અપડેટ કોન્ક્લેવ-2021ના ચોથા અને અંતિમ દિવસે મોરબીના શિક્ષણ અને આરોગ્યને લગતા પડકારો વિષય અંતર્ગત સરકારી અધિકારીઓ, ખાનગી તબીબો, શિક્ષણવિદો અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વર્ષ 2025ની જરૂરિયાતોને ધ્યાને લઈ કરવામાં આવેલા વિચાર મંથનના અંતે મોરબીમાં માઈગ્રેટ શ્રમિકોના બાળકોના શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરી આવનાર દિવસોમાં સહિયારા પ્રયાસો થકી લોકભાગીદારી વડે મોબાઈલ સ્કૂલ વડે એજ્યુકેશન અને મોબાઈલ ક્લિનિક વડે આરોગ્ય સેવા પુરી પાડવા ડ્રિમ પ્રોજેક્ટ ઉપર સંમતિ સાધવામાં આવી હતી; તો સિવિલ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબોની ખોટ પુરી કરવા ખાનગી તબીબોને સેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોરબી અપડેટ કોન્ક્લેવ 2021 અંતર્ગત ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ વચ્ચે વિચારમંથનનો પ્રારંભ થયા બાદ નવયુગ શૈક્ષણિક સંકુલના પી.ડી.કાંજીયા દ્વારા વર્તમાન સમયમાં ખાનગી કે સરકારી શાળાઓ વચ્ચે હરીફાઈ નહીં પરંતુ એક બીજાના પૂરક બની વિદ્યાર્થીઓને ઉચ્ચકોટિનું શિક્ષણ મળે એ દિશામાં પ્રયાસો કરવા ઉપર ભાર મૂકી સરકારી શિક્ષકોની મર્યાદા અંગે છણાવટ કરી સામે પક્ષે ખાનગી શિક્ષકો ઓછા પગારમાં પણ કાર્યક્ષમતા સાથે કામગીરી કરતા હોવાનું ઉમેર્યું હતું. કોન્ક્લેવમાં ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ મોરબીને મેડિકલ કોલેજ આપવા બદલ ગુજરાત સરકારનો આભાર માની આવનાર દિવસોમાં સરકાર દ્વારા મોરબીના સીરામીક, સોલ્ટ સહિતના ઉદ્યોગોને ધ્યાનમાં રાખી કેમિકલ અભ્યાસક્રમો માટે અલાયદી યુનિવર્સીટી મળે તે માટે પ્રયત્નો જરૂરી હોવાનું જણાવ્યું હતું. જયારે સરકારી શાળાના આચાર્ય મનન બુદ્ધદેવે કોરોના મહામારી બાદ બદલાયેલ અભ્યાસ પદ્ધતિ અંગે ચિંતા વ્યક્ત કરી ઓનલાઇન અભ્યાસ થકી વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન પૂર્ણ ન થઈ શકે તેવી ટકોર કરી શાળાકીય શિક્ષણમાં શારીરિક શિક્ષણને પ્રાધાન્ય આપવા ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન પ્રમુખ વિજયભાઈ ગઢિયાએ કોરોનાકાળ બાદ બદલાયેલી જીવન પદ્ધતિમાં હવે લોકો જાગૃત બની પલ્સમીટર, ઓક્સિમીટર વાપરતા થયા હોવાનું અને ઓનલાઇન હેલ્થ કન્સલ્ટીન્ગનો લાભ લેતા થયા છે ત્યારે હોલિસ્ટિક એપ્રોચ સાથે આરોગ્ય ક્ષેત્રે આવતા બદલાવને ધ્યાને લેવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. પશ્ચિમક્ષેત્રના સર સંઘ સંચાલક જયંતીભાઈ ભાડેશીયાએ આ તકે પડકારો અને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહી ગણિત, વિજ્ઞાન સહિતના વિષયોમાં જે કોરોના મહામારીમાં અંતર આવ્યું છે તે પુરવા પ્રયાસો કરવા પડશે તેમ જણાવી મોરબીમાં ચેરિટી બેઇઝથી ચાલતી હોસ્પિટલની કમી અંગે માર્મિક ટકોર કરી દરેક ડોક્ટર દરરોજ એક દર્દીની વિનામૂલ્યે ચકાસણી કરે અને દરેક સર્જન ડોક્ટર મહિને એક વખત વિનામૂલ્યે જરૂરિયાત મંદ દર્દીનું ઓપરેશન કરે તો મહિને દહાડે અને વરસે દહાડે અનેક દર્દીઓનું કલ્યાણ થાય તેવી ભાવના પ્રગટ કરવા ઉપસ્થિત તબીબોને આહવાન કર્યું હતું. જયારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ દિનેશભાઇ વડસોલાએ કોરોના મહામારી બાદ શિક્ષણની પરોક્ષ અભ્યાસ પદ્ધતિને પડકાર રૂપ ગણાવી હાલમાં અમલી બનેલ એનસીઇઆરટીના અભ્યાક્રમ બાળકો તો ઠીક શિક્ષકો માટે પણ અઘરા હોવાનું જણાવી ખાસ કરીને મોરબીમાં રોજગારી માટે આવતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નિર્મલ વિદ્યાલયના સંચાલક નિલેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું દરેક બાળકને એક જ ફોર્મેટમાં મૂકવું જરૂરી નથી દરેક બાળકને જનતાની સાથે જ ઈશ્વરે કંઈક વિશેષતા આપેલી છે આ વિશેષતાને ઓળખી બાળકને તેની રુચિ મુજબ આગળ વધવાની તક મળે તેવું શિક્ષણ આપવા ઉપર ભાર મૂકી બાળકોને જીવનલક્ષી શિક્ષણની હિમાયત કરી હતી સાથો -સાથ કોરોના બાદ શારીરિક આરોગ્ય અંગે પણ શાળા કક્ષાએથી બાળકોને શિક્ષણ મળે તે બાબતે વિચારવાનો સમય આવ્યો હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટ કોન્ક્લેવમાં કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયાએ સરકારી અને ખાનગી શાળાની સરળ સમજ આપતા જણાવ્યું હતું કે સરકારી શાળા એસટી બસ જેવી જેવી છે પેસેન્જર પૂરતા પ્રમાણમાં હોય કે ન હોય નિર્ધારિત રૂટ ઉપર જાય છે જયારે ખાનગી શાળા ટ્રાવેલ્સ બસ જેવી ગણાવી થોડામાં જાજુ કહ્યું હતું. આ ઉપરાંત તમને મોરબી જિલ્લામાં 73 ટકા જેટલો નીચો સાક્ષરતા રેશિયો ભવિષ્ય માટે ચિંતા જનક ગણાવી અજ્ઞાનતાથી કોરોના રસીકરણથી લઈ અનેક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું જણાવી બાળકોમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તેવું દરેક સરકારી અને ખાનગી શાળામાં શિક્ષણ મળે તે બાબત ઉપર ભાર મુક્યો હતો. આ તકે મોરબી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ગરમોરાએ જિલ્લાના કોલેજીયન વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી અત્યંત ગંભીર બાબતે સૌ કોઈનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, કોલેજનો વિદ્યાર્થી ગોલ વગર ભણી રહ્યો છે. શા માટે કોલેજ અભ્યાસ કરી રહ્યો છે તે પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી પાસે નથી, 50 ટકા વિદ્યાર્થી એવું કહે છે કે ધોરણ 12 પાસ કર્યું એટલે કોલેજમાં આવ્યો ! આ સંજોગોમાં સિરામિક હબ મોરબીમાં રોજગારલક્ષી અભ્યાસક્રમની ખાસ જરૂર છે. ડિગ્રી, ડિપ્લોમા કોર્ષમાં સિરામિક વિષય સમાવવો સમયની માંગ છે. અહીં સર્વિસ સેકટર ઊંચું છે જે ધ્યાને લઇ અભ્યાસક્રમ ગોઠવવા ઉપર ભાર મુક્યો હતો. સાથો સાથ મોરબીમાં મફતનું લઈશ નહિ તેવી ભાવના બધા મા હોવાનું જણાવી સરકારના વિનામૂલ્યે સ્પોકન ઈંગ્લીશ કોર્ષ માટે વિદ્યાર્થીઓ મળતા નથી તે બાબતને આશ્ચર્યજનક ગણાવી હતી. આ તકે મોરબીના પીઢ કેળવણીકાર બેચરભાઈ હોથીએ અગત્યની બાબત ઉપર પ્રકાશ પાડી જ્યાં ઉંચી ફી લેવાય ત્યાં શિક્ષણ સારું હોવાની માનસિકતામાંથી બહાર આવી પ્રજાજનોને સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં બાળકોને ભણાવવાની બાબત ઉપર ભાર મુક્યો હતો. તો એલ.ઇ.કોલેજના પ્રોફેસર જાગૃતિ ભેડાએ મોરબીની આવનારી જરૂરિયાત અને ઉધોગોના...