મોરબીના વણકરવાસ વિસ્તારમાં બનેલી ઘટનામાં બે શખ્સો સામે મારામારી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો દાખલ મોરબી : મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં મજાક મસ્તીમાં છરીઓ ઉડી હતી. જેના મજાક મસ્તી કરવા મામલે યુવાન ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી બે શખ્સો સામે મારામારી અને એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા ભરતભાઇ ગોવિંદભાઈ પરમારે આરોપીઓ સીરાજભાઈ રાજુભાઇ સુમરા અને સલીમભાઈ ઇસ્માઈલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગત તા.2 ઓગસ્ટના રોજ પોતાની શેરીના નાકે ઉભા હતા. ત્યારે બન્ને આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને ફરિયાદીની મજાક મસ્તી કરી હતી. આરોપીઓ ફરિયાદીની મજાક મસ્તીમાં ગાળો બોલતા હોય ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા આરોપીઓ ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યા તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. બાદમાં યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..