જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સલાહકાર સભ્યએ કલેકટરને રજુઆત કરી મોરબી : વર્ષ ૨૦૧૯ની સાલમાં સરકાર તરફથી શહેરી વિસ્તારમાં નવી મામલતદાર કચેરીઓ અસ્તિત્વમાં આવી છે. જે અન્વયે મોરબી મામલતદારમાંથી મોરબી શહેરી મામલતદારની કચેરી અસ્તિત્વમાં આવેલ છે. જેને અંદાજીત ૨ વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે. પરંતુ આજ દિન સુધી શહેરી મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર ચાલુ થયું નથી. જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સલાહકાર સભ્ય પી.પી.જોશીએ કલેકટરને રજુઆત કરીને વધુમાં જણાવ્યું હતું કે, શહેરી મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર ચાલુ ન થતા શહેરી વિસ્તારના નારિકોને આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડની કામગીરી (નામ એડ, કમી, સુધારો,વિભાજન, નવું વિગેરે) ડોમીસાઈલ સર્ટી વિગેરે જેવી તમામ પ્રકારની કામગીરી માટે અરજદારોને લાલબાગ, સેવા સદન ખાતે અરજી આપવા જવું પડે છે અને અરજી અન્વયેની પ્રક્રીયા પૂર્ણ થયા બાદ બીજી વખત તૈયાર થઈ ગયેલ દાખલો મેળવવા માટે આવવું પડે છે. જેથી ગરીબ પરિવારના લોકોને બે વખત રીક્ષા ભાડાનો માર પડે છે. જો આ તમામ સુવિધા શહેર મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવે તો શહેરી પ્રજાજનોને સુવિધામાં વધારો થાય તેમ છે. વિશેષમાં ધ્યાન દોરતા જણાવવાનું કે, તેમના ધ્યાને આવેલ છે કે સરકારના પુરવઠા વિભાગ દ્વારા નાયબ મામલતદાર પુરવઠા અને એક કલાર્કની જગ્યા મંજુર કરવામાં આવેલ છે. જે જગ્યા ભરવાની માંગ કરી છે અને જો જન સેવા કેન્દ્રને કાર્યરત કરવામાં આવે તો મામલતદાર કચેરી ગ્રામ્યમાંથી કાર્યભારણ ઘટી જાય તેમ છે. અને હાલ કોરોનાની પરિસ્થિતીમાં ભીડ પણ ઓછી થાય અને શહેરી પ્રજાજનોને સામા કાંઠે કામગીરી કરાવવા આવવા માટેના ધકકા ખાવાના પણ બંધ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..