એલ.સી.બી.એ હળવદના શિવપુર ગામે દરોડો પાડી કુલ રૂ.4.48 લાખનો મુદામાલ જપ્ત કર્યો હળવદ : શ્રાવણ માસ હજુ શરૂ થયો નથી ત્યાં જ શ્રાવણીયા જુગારની બદી ચરમસીમાએ પહોંચી છે. ઠેરઠેર જુગારધામ ધમધમી ઉઠતા પોલીસે પણ લાલ આંખ કરી છે. ત્યારે મોરબી એલ.સી.બી.એ હળવદના શિવપુર ગામે દરોડો પાડી વાડીની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપી લીધું હતું. પોલીસે આ સ્થળે જુગાર રમતા નવ શખ્સોને કુલ રૂ.4.48 લાખનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના શિવપુર ગામે આવેલ વાડીની ઓરડીમાં આરોપી રાજેશભાઈ ગણેશભાઈ જેઠલોજા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમી મળતા મોરબી એલસીબી સ્ટાફ આ વાડીની ઓરડીમાં ત્રાટક્યો હતો. જેમાં પોલીસે વાડીની ઓરડીમાં જુગાર રમતા આરોપીઓ રાજેશભાઈ ગણેશભાઈ જેઠલોજા, માંડણભાઈ ભોજાભાઈ સીણોજીયા, નારણભાઈ શિવાભાઈ ફુલતરિયા, મુકેશભાઈ બચુભાઇ દેસાઈ, જયેશભાઇ હરજીવનભાઈ ધોરીયાણી, અમિતભાઈ જેરામભાઈ આઘારા, રજનીકાંતભાઈ શિવલાલભાઈ ઘોરીયાણી, ભરતભાઇ પ્રભાતભાઈ રાઠોડ, હિતેશભાઈ મનસુખભાઇ ઠોરિયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.1.62 લાખ તેમજ નવ મોબાઈલ, એક કાર મળી કુલ રૂ.4,48, 000 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..