વરસાદના સંજોગવાળા આશ્લેષા નક્ષત્ર ઉતર્યા બાદ 14 ઓગસ્ટથી ભારે વરસાદ ભાદરવો પણ ભરપૂર રહેશે ટંકારા : હાલમાં મેઘવિરામ બાદ હવે ખેડૂતોને ઉભા મોલ માટે ફરી પિયત આપવાની જરૂરત ઉભી થઇ છે. ત્યારે આગામી 8મી ઓગસ્ટથી વરસાદનો સારો રાઉન્ડ આવવાની આગાહી ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામના અભ્યાસુ ખેડૂત કિશોરભાઈ ભાડજાએ કરી છે. ખેડુતભાઈઓ માટે સારા સમાચાર આપતા નેસડા ખાનપર ગામના અભ્યાસુ ખેડૂત કિશોરભાઈ ભાડજા જણાવે છે કે, તારીખ 8 ઓગસ્ટથી વરસાદનો સારો રાઉન્ડ આવશે. તારીખ 3 ઓગષ્ટથી આશ્લેષા નક્ષત્રમા બેસી ગયું છે. જેનું વાહન મોર છે. નક્ષત્ર સંજોગીયુ છે. તેથી, સાર્વત્રિક વરસાદ થશે. અલગ-અલગ વિસ્તારમા અલગ અલગ દિવસે વરસાદ થશે. આશ્લેષા નક્ષત્ર ઉતરતા તારીખ 14 ઓગષ્ટથી ભારેથી અતિ ભારે વરસાદ થશે. જે વિસ્તારમા વરસાદ ચાલુ થશે તે વિસ્તારમા સતત 12 કલાક સુધી એક ધારો વરસાદ ચાલુ રહેશે અને જે તે વિસ્તારમા નેવાના પાણી મોભે ચડાવશે એવો વરસાદ થશે. જે વિસ્તારમા આ વરસાદ થશે તે વિસ્તારમા આ રાઉન્ડ કાયમી તેને યાદ રહેશે તેવો છે. વધુમાં જે વિસ્તારમા વરસાદ થશે નહીં તે વિસ્તારમા પાણો પણ ન પલળે આ આગાહી એક નવી પદ્ધતિથી કરવામા આવેલ છે. શ્રાવણ મહિનામા તારીખ 26 અને 27 ઓગષ્ટમા વરસાદનો એક રાઉન્ડ આવશે અને ભાદરવો ભરપૂર છે. અમુક વિસ્તારમા આશ્લેષા નક્ષત્ર બેસતા વરસાદ થશે. આશ્લેષા નક્ષત્રને જુદા જુદા વિસ્તારમા ખેડૂતો અલગ અલગ નામથી ઓળખે છે. કોઈ વિસ્તારમા આશ્લેષાને ચગીથી ઓળખે છે. અમુક વિસ્તારમા ધેલીથી ઓળખે છે. એટલે જ કહેવત છે કે આશ્લેષા ચગી તો ચગી નહિતર ફગી. આશ્લેષા નક્ષત્ર એવુ છે જે વિસ્તારમા ચગે ત્યાં વરસાદના ભુકા બોલાવે અને ન ચગે ત્યાં પાણો પણ ન પલાળે. આ રાઉન્ડમા જે વિસ્તારમા વરસાદની ખાદ્ય છે તે પુરી થાશે અને આગળ પણ ચોમાસુ સારૂ છે. આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંપરા છે તેના ઉપરથી તારણ સંભાવના શક્યતાઓ દર્શાવી શકાય છે. બાકી બધુ કુદરતી હોવાનું કિશોરભાઈ ભાડજા મો. 95865 90601 જણાવે છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..