સીટી બી ડીવીઝન પોલીસનો સપાટો : રૂપિયા ૧,૭૬,૯૫૦ની રોકડ જપ્ત મોરબી : શ્રાવણ માસ નજીક આવતા જ મોરબીમાં જાણે જુગારની મોસમ ખીલી હોય તેવી સ્થિતિ વચ્ચે બી ડિવિઝન પોલીસ ટીમે ચોક્કસ બાતમીને આધારે મોરબીની ભદ્ર ગણાતી ઉમા ટાઉનશીપમાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર દરોડો પાડી સાત સન્નારીઓને પાના ટીચતા રંગે હાથ ઝડપી લઈ રૂપિયા ૧,૭૬,૯૫૦ની રોકડ જપ્ત કરતા જુગારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જીલ્લા પોલીસવડા એસ.આર, ઓડેદરા અને નાયબ જિલ્લા પોલીસવડા રાધિકા ભારાઇની સૂચના આદેશ અન્વયે જુગારની બદી ડામવા બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલની ટીમ પ્રયત્નશીલ હતી. તે દરમિયાન પો.હેડ કોન્સ. વનરાજભાઇ ચાવડાને ચોક્ક્સ બાતમી મળી હતી કે ઉમા ટાઉનશીપમાં વિનાયક એપાર્ટમેન્ટ ડી-૧૦૩ માં રહેતા કિરણબેન પ્રવિણભાઇ બુડાસણા બહારથી મહિલાઓ બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. આવી ચોકકસ બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતા સાત મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી. સીટી બી ડિવિઝન પોલીસે પાડેલા દરોડા દરમિયાન (૧) કિરણબેન પ્રવિણભાઇ બાબુભાઇ બુડાસણા (૨) ભગવતીબેન સુરેશભાઇ રાંકજા (૩) રીન્કલબેન જયેશભાઇ ચીકાણી (૪) જોષનાબેન રાકેશભાઇ બાણુદરીયા (૫) સંગીતાબેન ગોપાલભાઇ સોરઠીયા (૬) નિલમબેન અમીતભાઇ થોરીયા અને (૭) તારાબેન હરેશભાઇ વિલપરા નામની મહિલાઓ રૂપિયા ૧,૭૬,૯૫૦ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એ.જાડેજા, પીએસઆઇ એલ.એન.વાઢીયા, પો.હે.કો. દિનેશભાઇ હનાભાઇ, વનરાજભાઇ ચાવડા, ભગવાનભાઇ રામજીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ દાદુભાઇ, રમેશભાઇ રાજાભાઇ, ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ, ઇકબાલભાઇ સુમરા, પ્રદિપસીહ ઝાલા, કલ્પેશભાઇ ગાભવા, મહિલા પો.કો, વનિતાબેન જેઠાભાઇ તથા નંદાબેન ખાંભલા સહિતના સ્ટાફે કરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..