બજરંગ દળ, માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના હોદેદારો પણ નિમાયા મોરબી : તાજેતરમાં યોજાયેલ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠકમાં અગ્રણીઓ દ્વારા વિચાર વિમર્શ કરી મોરબી જિલ્લાના વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહીની સહિતના સંગઠન માળખા માટે નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠકમાં સુરેન્દ્ર જૈન (અખિલ ભારતીય સંયુક્ત મહામંત્રી), ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલ, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ હરિભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતની જવાબદારી સામાજિક સમરસતા સંયોજક રમેશભાઈ શંભુપ્રસાદ પંડ્યાને સોંપવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી, મંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવે, ઉપાધ્યક્ષ તરીકે પરેશભાઈ છગનલાલ તન્ના, ઉપાધ્યક્ષ તરીકે પંકજભાઈ પ્રાગજીભાઈ બોપલીયા, કોષાધ્યક્ષ તરીકે નવીનભાઈ શિવલાલભાઈ માણેક, સંત સંયોજક તરીકે નિરંજનદાસ મહારાજ (ઉમિયા આશ્રમ), ધર્મપ્રચાર સંયોજક તરીકે કલ્પેશભાઈ હર્ષદરાય ઝાલા, ધર્મ પ્રસાર સહસંયોજક તરીકે જીગ્નેશભાઈ ગુણવંતરાય દોશી, સમરસતા સંયોજક તરીકે હસુભાઈ રવિશંકર પંડ્યા અને પ્રચાર-પ્રસાર સંયોજક તરીકે ભાવિકભાઈ હરીશભાઈ ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. વધુમાં, બજરંગ દળ મોરબી જિલ્લાના સંયોજક તરીકે કૃષપભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ, સહસંયોજક તરીકે મહાવીરસિંહ રઘુભા જાડેજા, ગૌરક્ષા સંયોજક તરીકે ચેતનભાઈ પાટડીયા અને સુરક્ષા પ્રમુખ તરીકે કલ્પેશભાઈ મકવાણા તેમજ માતૃશક્તિ મોરબી જિલ્લાના સંયોજીક તરીકે જ્યોત્સનાબેન સવસાણી તથા દુર્ગાવાહિની મોરબી જિલ્લાના સંયોજીક તરીકે ઝંખનાબેન દવે તથા સેવા પ્રમુખ મોરબી જિલ્લા સંયોજીક તરીકે જયશ્રીબેન વાઘેલાની વરણી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..