મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામના તલાટી કમ મંત્રી અમરશીભાઈ ચારોલાને નિવૃત્તિ વેળાએ વિદાયમાન આપવામાં આવ્યું હતું. ફડસર ગામના તલાટી કમ મંત્રી અમરશીભાઈ ચારોલા વય મર્યાદાના લીધે નિવૃત્ત થતાં ફડસર પ્રાથમિક શાળા અને ફડસર ગ્રામ પંચાયત દ્વારા તેમનો વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમરશીભાઈ ચારોલાનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. અને ગામમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આભાર વ્યક્ત કરાયો હતો. આ તકે તાલુકા પંચાયત સદસ્ય મુળુભાઇ કુંભારવાડીયા, ફડસર ગામના સરપંચ બાબુભાઈ કુંભારવાડિયા, બેલા ગામના સરપંચ કિશોરભાઈ કાસુન્દ્રા અને ફડસર પ્રાથમિક શાળાના આચાર્ય હાજર રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..