ચાર દિવસ સુધી ચાલનારા કોન્કલેવનો આજે સમાપન દિવસ : શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત મોરબી : ગત તા. 31 જુલાઈથી આરંભ થયેલા મોરબી અપડેટ કોન્કલેવનો આજે તા. 3 ઓગસ્ટના રોજ અંતિમ દિવસ છે. ચાર દિવસ સુધી ચાલનારા કોન્કલેવનો આજે સમાપન દિવસ છે. ત્યારે કોન્કલેવમાં મોરબીના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર અંગે વિચારમંથન કરવામાં આવનાર છે. શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત મોરબી અપડેટ આયોજિત થિંક મોરબી કોન્કલેવ - 2021માં ગઇકાલે મોરબીની સામાન્ય જનતાની લગતી સમસ્યાઓ જેવી કે ટ્રાફિક, સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રકર ટાઉન પ્લાનિંગ અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો અને તેના ઉકેલ અંગે નિષ્ણાતો વચ્ચે ચર્ચા-પરામર્શ કરાયા બાદ કોન્કલેવના સમાપનના અંતિમ દિવસે મોરબીના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પ્રવર્તમાન સ્થિતિ, સુધાર અને સંભાવના વિષય અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતિરા, ડો. જયંતીભાઈ એસ. ભાડેશીયા, ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. વિજય ગઢીયા, ડો. હિતેશ પટેલ, ડો. જયેશ સનારીયા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશ વડસોલા, મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજ ઓગણજા, નવયુગ ગ્રુપના પી. ડી. કાંજીયા સહિતના મહાનુભાવો હાજર રહી આવશ્યક મુદ્દાઓ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..