કોરોના મહામારીમાં ભડીયાદ રોડ ખાતે આવેલ સમાજવાડીમાં 307 જેટલા પ્રસંગો સંપન્ન મોરબી : મોરબી, માળીયા (મી.) અને ટંકારાનો વણકર સમાજ કોરોના કાળમાં સામાજિક પ્રવૃતિઓ થકી આફતને અવસરમાં બદલી રહ્યો છે. મોરબી, માળીયા (મી.), ટંકારા વણકર સમાજ સેવા સમિતિના સભ્યોના સક્રિય યોગદાનથી કોરોનાના કપરા કાળમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. આફતને અવસર બનાવી રહેલા સમાજના વડીલો દ્વારા ભડીયાદ રોડ ખાતે આવેલ સમાજવાડીમાં ઓગસ્ટ-2020થી ઓગસ્ટ-2021 સુધીના સમયગાળામાં ખોટા ખર્ચને તિલાંજલિ આપી માત્ર ટોકન દરથી 181 સગાઈ-ચાંદલાના પ્રસંગો, 103 લગ્ન પ્રસંગો, 25 સમાધાન તેમજ અન્ય સામાજિક વિધિવિધાનો મળી કુલ 307 જેટલા પ્રસંગો સુખરૂપ સંપન્ન કરેલ છે. મોરબી-માળીયા-ટંકારા વણકર સમાજ સેવા સમિતિના પ્રમુખ રામજીભાઈ ધાવડા, ઉપપ્રમુખ દાનાભાઈ ચૌહાણ, મંત્રી જે. ડી. સોલંકી, સહમંત્રી દિનેશ પરમાર, ખજાનચી કે. કે, ભંખોડિયા તથા સમિતિના સર્વે સદસ્યોએ સામાજિક સેવા કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો છે. સામાજિક પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચને અને કુરિવાજોને તિલાંજલી આપીને ખરા અર્થમાં પ્રેરણારૂપ કાર્ય આ સમયગાળામાં કરવામાં આવ્યું છે, તેમ સમિતિના પ્રમુખની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..