મોરબી જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કચડવા પ્રયાસ કરાતા રોષ મોરબી : રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસે સરકારની અણઆવડતને ઉજાગર કરી સરકાર સામે આજે મોરચો માંડ્યો હતો અને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરતા પોલીસની આ કાર્યવાહી સામે પણ ભારે રોષ સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો. મોરબી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની નિષફળતા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ આજે સરકારની નિષ્ફળતાની ઉજવણી કરી ભારે દેખાવો કર્યા હતા અને સરકારને પાંચ વર્ષના સુશાસનની ઉજવણી બંધ કરો તેવી નારેબાજી લગાવી કોરોના મહામારીમાં જે લોકોએ જીવ ગુમાવ્યા એવા લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય કરો તેવી ઉગ્ર માંગ કરી હતી. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ એ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈને પોલીસની આવી કાર્યવાહીથી બંધારણનો અનાદર થતો હોય અને લોકશાહીમાં વિરોધ કરવા દેવાતો ન હોવાનું જણાવીને ભારે રોષ વ્યકત કર્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..