મોરબી : મોરબીમાં આજે બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસની ટીમે શહેરના લાતીપ્લોટ પાછળ આવેલ જોન્સનનગર પાસેથી ગેરકાયદેસર હથીયાર પીસ્ટલ નંગ-1 તથા જીવતા કાર્ટીઝ નંગ-2 સાથે ઇસમને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસપી એસ.આર. ઓડેદરાની સુચનાથી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ આગામી 15મી ઓગસ્ટ તેમજ તહેવારો અનુસંધાને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા સુચના મળતા જે અંગે એસ.ઓ.જી. સ્ટાફ મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના શેખાભાઇ મોરી તથા ભાવેશભાઇ મીયાત્રા બન્નેને સંયુક્ત ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી સીટીના જોન્સનનગરના ઢાળીયા પાસે આરોપી એઝાર યુનુસભાઇ ફલાણી (ઉ.વ.21, ધંધો-મજુરી, રહે.રાજકોટ, કોઠારીયા સોલવન્ટ નુંરાનીપરા, હુશેનીચોક, મૂળ મોરબી, કાલીકા પ્લોટ, હુશેનીચોક) ને દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ નંગ-ર સાથે મળી કુલ કી.રૂ. ૧૦,૨૦૦ સાથે ઝડપી લઈ તેની સામે આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..