મોરબી : ગુજરાત રાજ્યની સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના કાર્યકાળના સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોવા નિમિત્તે મોરબી મુકામે એમ. એમ. સાયન્સ કોલેજમાં જ્ઞાનશક્તિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે રાજકોટના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રદીપભાઈ વાળા, મોરબી જિલ્લાના મહામંત્રી જયુભાભાઈ જાડેજા, કોલેજ સંસ્થાના પ્રમુખ, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, આ વિસ્તારના તમામ નગરપાલિકાના સદસ્ય, કોલેજના પ્રિન્સિપાલ તેમજ એન.સી.સી. કેડેટના અધિકારી, કોલેજના તમામ પ્રોફેસર તેમજ રોકડ રકમ તથા નમો ટેબલેટના લાભાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, ઉપસ્થિતોની હાજરીમાં કાર્યક્રમની રૂપરેખા મુજબ નિશ્ચિત સમયે કાર્યક્રમ પૂર્ણ કરી સૌનો આભાર માની રાષ્ટ્રીય ગાન ગાઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..