હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે સરકારી માધ્યમિક શાળામાં આજે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી અને આઈ.સી.ટી. લેબના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોને સન્માનિત કરી કરવામાં આવી હતી. ત્યારબાદ બાયગેસના માધ્યમથી મહાત્મા મંદિર ખાતેના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતાના હસ્તે આઈ.સી.ટી લેબની રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં હળવદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા મહિપાલસિંહ ઝાલા, ઢવાણા ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ, મયુરસિંહ ઝાલા તેમજ એસ.એમ.ડી.સી.ના સભ્યો, વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..