અગાઉ માતા વતનમાંથી કોઇને કહ્યા વગર જતી રહેલ, તે બાબતે માતા-પુત્રી વચ્ચે ઝગડો હોવાનું તારણ મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં માતા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત પુત્રીએ મોત વ્હાલું કર્યું હતું. અગાઉ માતા વતનમાંથી કોઇને કહ્યા વગર જતી રહેલ, તે બાબતે માતા-પુત્રી વચ્ચે ઝગડો હોવાનું પોલીસને તારણ મળ્યું છે. જેતપર ગામ ખાતે દિપક ભગત વાડીએ રહેતા સરતાનભાઇ ઉર્ફે વાગેશ ઇસલાભાઇ ઉર્ફે ઇશ્વરભાઇ નાયકાના પત્ની રીંકલબેન (ઉ.વ. 19)ની માતા પોતાના વતનમાંથી કોઇને કહ્યા વગર જતી રહેલ હોય, જે બાબતે રીંકલબેનને તેની માતા સાથે ફોનમાં ઝગડો થયેલ હતો. આ બાબતે રીંકલબેનને મનોમન લાગી આવતા તેને ગત તા. 25ના રોજ પોતાની જાતે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ બાદ તા. 26ના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું ગઈકાલે તા. 1ના રોજ મૃત્યુ થયું હતું. પોલીસે રાજકોટની સરકારી હોસ્પીટલમાં રિંકલબેનની લાશનું પી.એમ. સહિતની કાર્યવાહી કરાવેલ છે. તેમજ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..