શ્રાવણીયા જુગારની બદી બેકાબુ બનતા પોલીસે કાર્યવાહી કરી મોરબી : મોરબીમાં શ્રાવણીયા જુગારની બદી બેકાબુ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોરબીના સામાંકાંઠે ઇન્દિરાનગરમાં બે સ્થળે જાહેરમાં જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ઇન્દ્રીરાનગર પટ્ટમાં જાહેરમાં જુગાર રમતા અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી, ઇલ્યાસભાઇ હાજીભાઇ મોવર, સલીમભાઇ હુસેનભાઇ મોવર, દિલાવરભાઇ આમદભાઇ મોવર, ખતીઝાબેન અબ્બાસભાઇ ભટ્ટી, સલમાબેન આમદભાઇ મોવરને રોકડા રૂ.૨૩૮૨૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ ઇન્દિરાનગરમાં ખોડીયાર માતાજીના મંદિરની બાજુંમાં જાહેરમાં જુગાર રમતા સુંદરજીભાઇ ગજુભાઇ સાતોલા, અમીતભાઇ નવઘણભાઇ આત્રેસા, વિષ્ણુભાઇ ચંદુભાઇ ગેડાણી, કરણભાઇ બાબુભાઇ સાલાણી, શામજીભાઇ બાબુભાઇ વાઘાણીને રોકડા રૂ.૮૮૩૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..