બે શખ્સો સામે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુન્હો દાખલ મોરબી : મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીરા ઉપર બે શખ્સોએ વારંવાર દુષ્કર્મ ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી બની જતા બન્ને શખ્સોની હવસલીલાનો ભાંડો ફૂટ્યો હતો. આથી હાલ પોલીસે બે શખ્સો સામે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી નજીક આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને મનિષભાઇ દેવશીભાઇ લાંબરીયા તથા વિપુલભાઇ લાલાભાઇ ગમારાએ હવસનો શિકાર બનાવી હતી. આશરે ચાર માસ પહેલા આ બન્ને શખ્સોએ સગીરા સાથે અવારનવાર તેમની મરજી વિરુધ્ધ બળજબરીથી જાતિય હુમલો કરી આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. આથી દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ તે સમયે કોઈને કહ્યું ન હતું.પણ હમણાં સગીરા ગર્ભવતી થઈ જતા બન્ને શખ્સોની હવસલીલાનો ભાંડફોડ થયો હતો. આથી આ મામલે સગીરાએ બન્ને શખ્સો સામે દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી કરી દીધાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે સગીરાની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ મોરબી તાલુકા પો.ઇન્સ. એમ.આર.ગોઢાણીયા ચલાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..