મોરબી : મોરબીમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ અને મોરબી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા સૈનિકોને રાખડીઓ મોકલાવા માટે આવતીકાલે મંગળવારે રાખડી એકત્ર કરવામાં આવશે. મોરબી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા રક્ષાબંધન નિમિત્તે ભારતીય સેનાના જવાનોને રાખડી મોકલવા માટે આવતીકાલે તા. 3ના રોજ મોરબીમાં નહેરુ ગેટ ચોક ખાતે સવારે 9થી 1 વાગ્યા સુધી રાખડી એકત્ર કરવામાં આવશે. તો સેનિકોની રક્ષા માટે કેમ્પમાં રાખડી પહોંચાડવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. તદુપરાંત, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ સામે, આનંદ સ્ટેશનરીની બાજુમાં તેમજ સામાકાંઠે લક્ષ્મી નારાયણ સોસાયટી પાસે આ ઉમદા કાર્ય માટે રાખડીઓ એકત્ર કરવામાં આવી રહી છે. રાખડીઓ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એકત્રિત કરવામાં આવશે. ત્યારે તમામ મોરબીવાસીઓને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..