મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના કબીર ટેકરી મેઈન રોડ ઉપર જાહેરમાં વરલી ફીચરના આંકડા લઈ જુગાર રનતા આરોપી સિકંદર ઉર્ફે સિકલો યુનુસભાઈ ચાનીયા (ઉ.વ.24, રહે. મોરબી, કબીર ટેકરી વિસ્તારમાં, શેરી નબર-2) ને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે આ સ્થળ ઉપરથી વરલી ફીચરના આંકડાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 430 કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..