અજાણ્યા તસ્કરોએ પંજાબ નેશનલ બેંકના એટીએમમાં તોડફોડ કરી : નાણાં બચી ગયા મોરબી : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક આવેલ પંજાબ નેશનલ બેંકનું એટીએમ તોડવા તસ્કરોએ પ્રયાસ કરી તોડફોડ કરતા બેંકના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક આવેલ રિયલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ પંજાબ નેશનલ બેંકના એટીએમને કોઈ અજાણ્યા તસ્કરોએ તોડવા પ્રયાસ કરી તોડફોડ કરતા આ મામલે બેંકના આસિસ્ટન્ટ મેનેજર રંધીરકુમાર શ્રીરામેશ્વરપ્રસાદ રજક (રહે. હાલ રાજધાની કોમ્પ્લેક્ષ, ઝુલતાપુલ સામે, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, લખુભાઇ ચાવડાના મકાનમા ભાડેથી, સામા કાંઠે, મોરબી-૨, જીલ્લો મોરબી, મુળ રહે. ગામ રાજાપુર, મહોલ્લા મૈનપુરા મીલ્કી, પટના, રાજય બિહાર)એ અજાણ્યો ચોર ઇસમ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકમાસથી એટીએમ તોડતી તસ્કર ટોળકી સક્રિય બની છે અને અગાઉ રાજકોટ, મોરબી અને હળવદમાં એટીએમ તોડ્યા બાદ મોરબીમાં વધુ એક એટીએમ નિશાન બનાવ્યું હતું. જો કે તસ્કરો એટીએમમાં પડેલા નાણાં મેળવી શક્યા ન હતા પરંતુ એટીએમને થયેલ નુકશાન અંગે પોલીસે બેંકના આસિસ્ટન્ટ મેનેજરની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૪૫૭, ૩૮૦, ૪૨૭, ૫૧૧ મુજબ ગુન્હો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..