મોરબી : ગઇકાલથી આરંભ થયેલા મોરબી અપડેટ કોન્કલેવનો આજે બીજો દિવસ છે. જેમાં મહિલાઓ, ધર્મ તથા સ્વૈચ્છિક સંસ્થાઓની સર્વાંગી વિકાસમાં ભાગીદારી અને મહત્વ અંગે વિચારમંથન કરવામાં આવનાર છે. શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નેતૃત્વ હેઠળ મોરબી અપડેટ આયોજિત થિંક મોરબી કોન્કલેવ - 2021નો ગઇકાલે શુભારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ સાથે વિવિધ ઉદ્યોગો અંગે ચર્ચા વિચારણા કરાયા બાદ આજે કોન્કલેવના બીજા દિવસે તા. 1 ઓગસ્ટના રોજ મોરબીમાં આર્થિક વિકાસની સાથે ધર્મ-સંસ્કારોનું મહત્વ તેમજ સર્વાંગી વિકાસમાં મહિલાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓનું મહત્વ અને તેમની ભાગીદારી વિષયને સાંકળી લઈ ચર્ચા-પરામર્શ કરવામાં આવશે. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, નકળંગધામ (બગથળા)ના મહંત દામજી ભગત, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેન રબારી, અગ્રણી પોપટભાઈ કગથરા, અગ્રણી બેચરભાઈ હોથી, સ્વચ્છતા સમિતિના ડો. ચિરાગ અઘારા, અગ્રણી ડો. સતીશ પટેલ, જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ આરતી રાંકજા, મોટિવેશનલ સ્પીકર વૈશાલી પારેખ, સ્ટીવન કલોકના મહિલા ઉદ્યોગપતિ અલ્પા પટેલ, ડી.આર.ડી.એ. અધિકારી એમ. એમ. જોષી, ડેપ્યુટી ડી.ડી.ઓ. ઇલા ગોહિલ તથા અગ્રણી ડોકટર પૂર્ણિમા ભાડેશિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતમાં ચર્ચા-વિચારણા થશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..