દુકાનના માલીકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી તરફ આવેલ ક્રિષ્ના શોપીંગની એક દુકાનમાં એક શખ્સે ગેરકાયદે કબ્જો જમાવીને પચાવી પડયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે દુકાનના માલીકે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કિરીટભાઇ ભાણજીભાઇ ધોરીયાણી (ઉ.વ. ૪૦ ધંધો- બાધકામનો રહે. મહેન્દ્રનગર જુનુ ગામ તા.જી. મોરબી) એ આરોપી જયેશભાઇ મનસુખભાઇ રામાનુજ (રહે. મુળ-ધરમપુર તા.મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આજથી ત્રણેક વર્ષ પહેલા કોઇપણ સમયેથી આજદીન સુધી આરોપીએ ફરીયાદીની માલીકીની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સ.નં.-૮૨ પૈકીની જમીન ચો.મી. ૧૮-૦૨ ની દુકાન નં-૧ જે ક્રિષ્ના શોપીંગમાં આવેલ છે તેનો ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હાલમા પણ વપરાશ કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.આ બનાવની લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાતા ડીવાયએસપી રાધિકા ભારાઇએ તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..