માળીયા (મી.) : માળીયામાં ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા SSVT સંચાલીત સંગાથ વૃદ્ધાશ્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષ પૂર્ણ થતાં ભારત સરકારના પ્રતિનિધિઓ દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમનો ઉદઘાટન કાર્યક્રમ માળિયા, રાસંગપર પાટિયા ખાતે યોજાયો હતો. જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સમાજ સુરક્ષા અધિકારી મોરબી અનિલાબેન પીપળીયા, મામલતદાર ડી. સી. પરમાર, ટી.ડી.ઓ, PSI ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ - રમેશભાઈ રાઠોડ, ડો. હાર્દિક, RRTCના પ્રતિનિધિ જયદેવભાઈ નાયક તેમજ સંસ્થા ટ્રસ્ટી મણીલાલભાઈ સંસ્થાના સ્ટાફ અશોકભાઈ, શિલ્પાબેન, સુધીરભાઇ, તરુણભાઈ, પ્રવિણભાઇ, હીરાભાઈ, વશરામભાઈ તથા સ્થાનિક આગેવાનો દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. જેમાં વક્તાઓ દ્વારા ભારત સરકારના વૃદ્ધાશ્રમ યોજનાની વિસ્તૃત માહિતીઓ લાભાર્થીને લાભની અને સહાયની જાણકારી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SSVT સંચાલિત સંગાથ વૃદ્ધાશ્રમ માળિયા, સ્ટાફ અને ટિમ દ્વારા સફળતાપૂર્વક કાર્યકમ પૂર્ણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ વૃદ્ધાશ્રમના પ્રાંગણ માં અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..