રોડ ઉપર જીવલેણ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર, મોરબી હળવદ વચ્ચે દરરોજ અપડાઉન કરતા લોકોના જીવ ઉપર જોખમ મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર જીવલેણ ખાડાઓનું એટલી હદે વર્ચસ્વ છે કે, થોડો ઘણો સારો માર્ગ પણ ગોત્યો જડે તેમ નથી. મોરબી હળવદ હાઇવે ઉપર ઠેરઠેર જીવલેણ ખાડા પડી ગયા છે. આ જીવલેણ ખાડાઓના કારણે દરરોજ નાના મોટા અકસ્માત સર્જાઈ છે. રોડ ઉપર જીવલેણ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર થતા મોરબી હળવદ હાઇવે અકસ્માત ઝોન બની ગયો છે. મોરબી હળવદ વચ્ચે સામાજિક, ધંધાકીય અને વહીવટી એમ તમામ સ્તરે જોડાણ હોવાથી આ બન્ને શહેરોને જોડતા મોરબી હળવદ હાઇવે ઉપર 24 કલાક અસામાન્ય ટ્રાફિક રહે છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતો આ લાંબા અંતરનો મોરબી હળવદ હાઇવેની લાંબા સમયથી પથારી ફરી ગઈ છે. આ રોડ ઉપર મસમોટા ગાબડા પડ્યા છે. આખા રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડે ખાડા દેખાઈ છે. એકથી દોઢ ફૂટ જેટલા ખાડા પડી જવાથી વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે અને જીવલેણ ખાડાથી અકસ્માતનું જોખમ વધ્યું છે. અસામાન્ય વાહન ધસારો ધરાવતો મોરબી હળવદ હાઇવે ઉપર દરરોજ અકસ્માત સર્જાઈ છે. વારંવાર જીવલેણ અકસ્માત થતા અનેક મહામૂલી માનવ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. મોરબી અને હળવદ વચ્ચે દરરોજ હજારો લોકો વાહનોમાં કામ સબબ અવરજવર કરે છે. આથી જીવલેણ ખાડાને કારણે મોરબી અને હળવદ વચ્ચે દરરોજ અપડાઉન કરતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. જો કે, આ રોડ અગાઉ નવો બનાવવામાં આવ્યો હતો.પણ રોડ થોડા સમયમાં જ ખાડાના અખાડામાં ફેરવાય ગયો છે. અગાઉ રોડને રીપેરીગ કરાયો હતો. પણ રોડ ઉપર રીપેરીગના નામે કરેલા થુંકના સાંધા જાજો સમય ટક્યા ન હતા. તેથી સંબધિત તંત્ર રોડનું યોગ્ય સમારકામ કરે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..