રસ્તે રઝળતા ઢોરના ત્રાસ દૂર કરવા પાલિકા તંત્ર મેદાને મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે, પાલિકાની ઢીલી નીતિથી મોરબી ગોકુળ, વૃંદાવન બન્યું હોય તેવી કપરી સ્થિતિ છે અને મોરબીના જાહેર માર્ગો ઢોરવાડામાં ફેરવાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ ઉપર વાહન લઈને નીકળી ન શકાય તે હદે રઝળતા ઢોરનો અડીગો છે. ત્યારે રઝળતા ઢોરના ત્રાસ દૂર કરવા પાલિકા તંત્રએ આળસ ખંખેરી છે અને આવતીકાલે રવિવારથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવા જાહેર કર્યું છે. મોરબી શહેરમાં રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે બેકાબુ બન્યો છે કે, શહેરના જાહેર માર્ગો તો ઠીક શહેરના એકેય રહેણાક વિસ્તાર ઢોરના અડીંગાથી બાકાત રહી શક્યા નથી. જેમાં નગર દરવાજા ચોક, પરાબજાર રોડ, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક સિવિલ હોસ્પિટલ રોડ, પંચાસર રોડ, જુના નવા હાઉસિંગ, ત્રાજપર ચાર રસ્તા,વાવડી રોડ, ગ્રીન ચોક, દરબાર ગઢ, જેલ રોડ સહિતના તમામ મુખ્યમાર્ગો અને શહેરની દરેક શેરી ગલીમાં રઝળતા ઢોરનો અસહ્ય ત્રાસ છે. એટલું જ નહીં સરકારી કચેરીઓ એટલે તાલુકા સેવા સદનમાં પણ ઢોરવાડો હોય તેવી પરિસ્થિતિ સર્જાતા અંતે પાલિકા દ્વારા તા.1 ઓગસ્ટને રવિવારથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવાનું જાહેર કર્યું છે. દરમિયાન મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને સેનિટેશન ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ રસ્તે રઝળતા ઢોર પ્રશ્ને પ્રજાહિતમાં નિર્ણય લઈ તા.1 ઓગસ્ટથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવા જાહેર કરી માલિકીના ઢોર હશે તેમની પાસેથી રૂ.3000નો દંડ વસૂલવા જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં જાહેર માર્ગો ઉપર ઢોર એટલી હદે વચ્ચોવચ બેઠા હોય છે કે, વાહન લઈને નીકળવું પણ મુશ્કેલરૂપ બની જાય છે. ઘણી વાર આખલા યુદ્ધ થાય છે અને આખલા યુદ્ધના બનાવો રોજિંદા બન્યા છે. તેથી લોકોને ઇજા પણ પહોંચે છે. ઘણા ખરા બનાવોમાં આખલા યુદ્ધથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હમણાં જ એક વૃદ્ધને ગંભીર ઇજા પણ પહોંચી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..