બન્ને જમીનોના મૂળ માલિકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હળવદ : હળવદમાં કિંમતી જમીન પચાવી પાડયાની એક મહિલા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ બે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ મહિલાએ બન્ને જમીનના માલિકોની જમીન હડપ કરવાનો કારસો રચ્યાની ફરિયાદ નોંધાતા ડીવાયએસપીએ સમગ્ર જમીન કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઈ કરમશીભાઈ દોરાળા (ઉ.વ.૪૫ધંધો.ખેતી રહે. જુના રાણેકપર તા.હળવદ) એ આરોપી અમરતબેન ત્રિભોવનભાઇ દલવાડી (રહે.હળવદ શંકરપરા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીની માલીકીની હળવદ ગામના સવૅ નં.૧૬ પૈકી-૧ વાળી જમીન હે-૦ આરે-૮૦ ચો.મી.-૯૪ વાળી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..