મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા 11 સરકારી આયુર્વેદ દવાખાના ખાતે આશા બહેનોને આયુર્વેદ અંગે તાલીમ આપવા કાર્યક્રમ યોજાયો હતો. નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારી – મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલ 11 સરકારી આયુર્વેદ દવાખાના ખાતે આશા – એ.એન.એમ. બહેનોને આયુર્વેદના પ્રચાર પ્રસાર તથા આયુર્વેદ વધુને વધુ લોકભોગ્ય બને તે માટે તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ 330 જેટલા આશા બહેનોને તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમમાં હાલના સમયમાં રાજરોગ ગણાતા મધુમેહ તથા અન્ય સામાન્ય બીમારીઓના નિવારણ માટે આયુર્વેદ ઘરગથ્થુ ઔષધનો ઉપયોગ તથા દિનચર્યા, રૂતુચર્યા, વિરૂધ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ, યોગનુ મહત્વ તથા યોગાભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપવામાં આવી હતી. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવિણ વડાવિયાની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..