કબીર ટેકરી વિસ્તારમાં રહેણાક મકાનમાં દરોડો : દારૂ વેચવા આપી જનારનું નામ ખુલ્યું મોરબી : મોરબીના કબીર ટેકરી શેરી નંબર 6માંથી એલસીબી ટીમે બાતમીને આધારે સિગ્નેચર રેર વ્હીસ્કીની 29 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ દારૂ સપ્લાય કરનારને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમના ભગિરથસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, કબીર ટેકરી શેરી નંબર 6માં રહેતો અલ્લારખા ઉર્ફે ઘોઘો કાસમભાઈ બ્લોચ નામનો શખ્સ ઘરમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે દરોડો પાડતા અલ્લારખા ઉર્ફે ઘોઘાના કબ્જામાંથી સિગ્નેચર ઓલ્ડ એજ રેર વ્હિસ્કીની બોટલ નંગ 29 કિંમત રૂ. 23780 મળી આવતા પોલીસે આરોપીની અટક કરી મોબાઈલ કિંમત રૂ 500 સાથે આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. વધુમાં, આરોપી અલ્લારખા ઉર્ફે ઘોઘાને વિદેશી દારૂનો આ જથ્થો અરવિંદ દાદુભાઈ ગઢવી (રહે.વજેપર શેરી નંબર- 4) વાળો વેચાણ માટે આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે દારૂ સપ્લાય કરનાર અરવિંદને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..