યમુનાનગર નજીક સરદારજીના બંગલા પાસેથી પોલીસે દારૂ અને કાર કબ્જે કર્યા મોરબી : મોરબીના વિશિપરા યમુના નગર રોડ ઉપર સરદારજીના બંગલા પાસેથી વિદેશી દારૂ વ્હીસ્કી અને જીન ભરેલી અલ્ટો કાર રેઢી હાલતમાં મળી આવતા પોલીસે દારૂ અને કાર કબ્જે કરી કારના રજીસ્ટ્રેશન નંબરને આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા યમુના નગર રોડ ઉપર સરદારજીના બંગલા નજીક મોબાઈલ ટાવર પાસે રેઢી હાલતમાં શંકાસ્પદ કાર પડી હોવાની બાતમીને આધારે પોલીસે ચકાસણી કરતા મારુતિ સુઝુકી કંપનીની જીજે 19એમ 2613 નંબરની ગાડીમાંથી ઓફિસર ચોઇસ વ્હીસ્કી બોટલ નંગ 147 તેમજ ડ્રાઇ જીન નંગ 12 મળી કુલ રૂ.47,700નો વિદેશી દારૂ તથા અલ્ટો કાર કિંમત રૂપિયા 40,000 મળી પોલીસે રૂ.87,700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિદેશી દારૂનો જથ્થો રેઢો મળી આવવા મામલે હાલ બી ડિવિઝન પોલીસે કાર રજીસ્ટ્રેશન નંબરને આધારે દારૂ મંગાવનાર વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..