બી ડિવિઝન પોલીસે રેઇડ કરી રોકડા રૂપિયા 15240 કબ્જે કર્યા મોરબી : મોરબીના સાંમાંકાંઠે આવેલા ઉમિયાનગર વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટાફે તે સ્થળે દરોડો પાડ્યો હતો અને પોલીસે આ સ્થળે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 15240 કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રે મોરબીના સાંમાંકાંઠે આવેલા ઉમિયાનગરમાં રહેતા કાંતિભાઈ મેરુભાઈ બોરણીયાના મકાન પાસે જાહેરમાં કેટલાક શખ્સો સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ તે સ્થળે ત્રાટક્યો હતો. પોલીસે આ સ્થળે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ કાંતિભાઈ મેરુભાઈ બોરણીયા, વિક્રમભાઈ જેરામભાઈ દુદકીયા, વિનોદભાઈ બળદેવભાઈ વઢુંકિયા, પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા, હંસાબેન કિશોરભાઈ રાઠોડ, પ્રકાશભાઈ નારણભાઈ શિહોરા તેમજ રસીલાબેન સિધ્ધરાજ ગરધરીયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 15240 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..