મોરબી : મોરબીની સબ જેલમાં ગઇકાલે તા. 29ના રોજ કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં કેદીઓને પ્રથમ અને બીજો ડોઝ આપવામા આવ્યા હતા. મોરબીમાં સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર, સુબેદાર પી.એમ.ચાવડા તથા સુબેદાર એ.આર.પટેલ સાથે રહીને વિશ્વસ્તરે ફેલાયેલા કોરોના વાયરસના નિયંત્રણની સાવચેતીના ભાગરૂપે નવા દાખલ થયેલા અને અગાવ બાકી રહેલા ૫૮ બંદિવાનોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ તેમજ ૯૦ બંદિવાનોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવેલ હતો. આમ, કુલ-૧૪૮ બંદિવાનોનુ રસીકરણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેમ્પનું આયોજન મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..