હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને બદલે બાંકડા ઉપર પરસોતમાઈ સાબરીયા હળવદ : ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકઉપયોગી કાર્યો માટે દર વર્ષે લોકોને જાહેર સ્થળોએ બેસવા માટે બાંકડા મુકવામાં આવે છે. જેમાં વર્ષ 2019-20માં હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાની ગ્રાન્ટમાંથી મુકાયેલ બાંકડામાં ભાંગરો વટાઈ જતા બખડજંતર સામે આવી છે અને પરસોતમભાઇને બદલે બાંકડામાં લાગેલી તકતીમાં પરસોતમાઈ લખાઈ જતા લોકોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે. હળવદ તાલુકાના રાતાભેર ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જાહેર જગ્યા ઉપર ફાળવવામાં આવેલ બાંકડાની તક્તી પર લખવામાં આવેલ નામમાં બખડજંતર થઈ જતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વધુમાં જાગૃત લોકો પણ જણાવી રહ્યા છે કે વર્ષ 2020-21 પતી ગયું અને અત્યારે 2021-22 ચાલે છે. ત્યારે ધારાસભ્યએ છેક ત્રણ વર્ષ પહેલાની એટલે કે 2019-20ની ગ્રાન્ટમાંથી હવે બાકડા ફાળવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..