મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર વીજપોલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ અંગે પીજીવીસીએલને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી સ્થાનિકો ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. મોરબીના શોભેશ્વર રોડ ઉપર શારદા સોસાયટીમાં એક વીજપોલ જર્જરિત હાલતમાં છે. આ વીજ પોલ ઉપર અને નીચે બન્ને બાજુથી જર્જરિત થઈ ગયો હોય, તે જીવતા વીજવાયર સાથે ગમે ત્યારે નીચે પડે તેવી સંભાવના છે. આ અંગે સ્થાનિક ભગીરથસિંહ રાઠોડે જણાવ્યું કે તેઓએ પીજીવીસીએલને બે વખત રજુઆત કરી છે. તેમ છતાં આ વીજપોલ બદલાવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..