સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી ગટર, રોડની સુવિધા આપવાની માંગ કરી મોરબી : મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સુવિધાના નામે મીંડું છે. પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી ગટર, રોડની સુવિધા આપવાની માંગ કરી છે. મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિક સંજયભાઈ ધોળકિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અનેક.મકાનો-ફ્લેટ આવેલા છે. જેમાં અનેક પરિવારો વસવાટ કરે છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, આ સોસાયટીમાં કોઇપણ જાતની પ્રાથમિક સુવિધા નથી. જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રોડ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે લોકો વર્ષોથી વલખા મારી રહ્યા છે. પણ આજદિન સુધી પ્રાથમિક સુવિધા આપવામાં આવી ન હોવાથી સોસાયટી હોવા છતાં કોઈ અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય તેવો અહેસાસ થાય છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને ભારે હાલાકી પડતી હોય એ મુશ્કેલીને ધ્યાને લઈને ગટર, રોડની સુવિધા આપવાની માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..