ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રસિકભાઈ વરમોરા બિનહરીફ પ્રમુખ હળવદ : તાજેતરમાં જ હળવદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ ૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જો કે ત્યાર પછી કોરોનાની બીજી લહેરના કારણે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જેમાં આજરોજ હળવદ એપીએમસી ખાતે હળવદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આજે હળવદ એપીએમસી ખાતે ડેપ્યુટી કલેક્ટર કાથડબેનના અધ્યક્ષ સ્થાને હળવદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રણમલપુરના રસિકભાઈ વરમોરાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રણછોડગઢના સોમાભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. જો કે આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ થઇ છે. ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં અધિકારીઓ સહિત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા, માર્કેટયાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા, ભાજપ અગ્રણી વિનુભાઈ વામજા, જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી રજનીભાઈ સંઘાણી, પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, યુવા ભાજપ અગ્રણી હિતેશભાઈ લોરીયા, નયનભાઈ પટેલ તેમજ ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરો તેમજ એપીએમસીના ડિરેક્ટરો અને ભાજપના અગ્રણીઓ હાજર રહી નવનિયુક્ત ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..