નવા ઘનશ્યામગઢના યુવકે જામનગરના ધ્રોલ ખાતે યોજાયેલ નેશનલ યુથ સ્પોર્ટ કોમ્પિટીશનમાં ઇતિહાસ રચ્યો હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના યુવકે જામનગર ખાતે યોજાયેલ નેશનલ યુથ સ્પોર્ટ કોમ્પિટીશનમાં બેડમિન્ટન રમતમાં બીજી વાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના યુવાન જસ્મીન પટેલે તાજેતરમાં જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે યોજાયેલ ચોથી TAFTYGAS નેશનલ યુથ સ્પોર્ટ કોમ્પિટીશન 2021માં ગુજરાત રાજ્ય તરફથી બેડમિન્ટન રમતમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. બેડમિન્ટન રમતમાં ગોલ્ડ મેડલ સાથે જીત બદલ અને આવનારી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બેડમિન્ટન રમતમાં ભારત તરફથી રમવા માટે જસ્મીનના સગા સંબંધીઓ અને મિત્રોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..