મોરબીમાં વરસાદી વાતાવરણને પગલે રઝળતા ઢોરનો ત્રાસ બેકાબુ, તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ મોરબી : મોરબીમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસનો લાંબા સમયથી સળગતો પ્રશ્ન છે. ત્યારે હમણાંથી વરસાદી વાતાવરણને પગલે રઝળતા ઢોરનો ત્રાસ બેકાબુ બન્યો છે. જેમાં જાહેર રોડ ઉપર ખુંટીયાઓએ દંગલ મચાવી વૃદ્ધને પછાડયા હતા. આથી વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી છે. આ ગંભીર ઘટના બાદ પણ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે મોટો સવાલ છે. મોરબીમાં વરસાદી વાતાવરણને પગલે ઢોર ગમાણ છોડીને જાહેર રોડ કે શેરી-ગલીમાં આવી ગયા છે. આમ તો ઘણા સમયથી ઢોરનો ત્રાસ છે. પણ વરસાદી વાતાવરણમાં ઢોરનો ત્રાસ બેકાબુ બની જાય છે. ત્યારે હમણાંથી વરસાદી વાતાવરણને પગલે જાહેર માર્ગો કે શેરી ગલી જાણે ઢોરવાડો હોય એ રીતે ઢોરનો ત્રાસ વધી ગયો છે. જ્યાં જુઓ ત્યાં રઝળતા ઢોર જોવા મળી રહ્યા છે અને આખલાયુદ્ધ પણ રોજિંદા બની ગયા છે. છાશવારે થતા આખલા યુદ્ધથી લોકોના જીવ પડીકે બંધાય છે. ભડિયાદ રોડ ઉપર ગઈકાલે આખલા યુદ્ધ થયું હતું અને રોડ ઉપર દંગલ મચવ્યું હતું. જ્યારે આજે પણ હોસ્પિટલ ચોક પાસે બે ખુટિયાઓ વચ્ચે લડાઈ જામી પડી હતી. આ ખુટિયાઓએ આંતક મચાવીને એક વૃદ્ધને ઢીકે ચડાવ્યા હતા. જેમાં શહેરના દરબાર ગઢ વિસ્તારમાં રહેતા 82 વર્ષીય ખેગુભા મનુભા ઝાલા આજે મોરબીના સિવિલ હોસ્પિટલમાં ચોક પાસેથી ચાલીને પસાર થઈ રહ્યા હતા.ત્યારે ગાંધીચોક, નગરપાલિકા કચેરી સામે રોડ ઉપર ખુટિયાઓએ આ વૃદ્ધને પછાડી રોડ ઉપર પટકી દેતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. આથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આવા બનાવો રોજિંદા બની ગયા છે. તેથી તંત્ર રઝળતા ઢોરને ડબ્બે પુરી લોકોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..