મોરબી : મોરબીમાં જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સાયન્સ એન્ડ ટેક્નોલૉજી અવેરનેસ પ્રોગ્રામનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. મોરબી શહેરમાં સૌપ્રથમ જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાના પ્રમુખ ટી. ડી. પટેલ સર આ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમનો ઉદ્દેશ છે કે બાળકો વિજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવી કઈક નવું સંશોધન કરી શકે. આ રિસર્ચ સેન્ટર પર અત્યારની આધુનિક ટેક્નોલોજી જેવી કે, ડ્રોન ડેવલોપમેન્ટ, 3D પ્રિન્ટર, એરોમોડલિંગ, રોબોટિક્સ, કોમ્પ્યુટર કોડિંગ, બેઝિક ઈલેક્ટ્રોનિક્સ, આર્ડ્યુનો વગેરે જેવી આધુનિક ટેક્નોલોજી પર બાળકોને ટ્રેનીંગ આપવામાં આવે છે. આથી, સંસ્થા દ્વારા સાયન્સ અને ટેક્નોલૉજી અવેરનેસ પ્રોગ્રામ 1 ઓગસ્ટને રવિવારે સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રોગ્રામમાં બાળકો તથા તેમના વાલીઓ પણ ભાગ લઈ શકશે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. તેમજ +91 79843 78128 પર પણ સંપર્ક કરી શકાશે. https://forms.gle/2pjcw2dqfGTr8rbdA ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..