વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણીએ સીટી પી.આઇ.ને રજુઆત કરી વાંકાનેર : વાંકાનેર હાઇવે ચોકડીથી ચંદ્રપુર સાઇડ જતાં આવતા હાઇવે પર થતાં ગેરકાયદે વાહનોના પાકિંગ ચોમાસા દરમિયાન તાત્કાલિક હટાવવાની માંગ સાથે વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અશરફભાઈ બાદીએ વાંકાનેર સીટી પી.આઇ.ને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે, વાંકાનેર હાઇવે સર્કલથી ચંદ્રપુર તેમજ ભાટિયા સોસાયટીમાં જતાં રેલ્વે ક્રોસ સર્વિસ રોડમાં ગટર તેમજ વરસાદનું પાણી વધારે પ્રમાણમાં ભરાતું હોય, ચંદ્રપુર ભાટિયા વિસ્તારમાં વધારે પ્રમાણમાં વેપાર વાણીજય સંકુલો, હોસ્પિટલ, સ્કૂલ અનેક પ્રકારના શો-રૂમ, માર્કેટિંગ યાર્ડ, પેટ્રોલપંપો તેમજ અનેક પ્રકારના નોકરી અને વ્યવસાય કરતાં લોકો રહેતા હોય હજારોની સંખ્યામાં લોકોને વાહન કે પગપાળા પસાર થાવું મુશ્કેલ હોય, ના છૂટકે મજબૂર થઈ હાઇવેનો રોંગસાઇડ મિસરી હોટેલ તેમજ ભાટિયા સોસાયટી બાજુ શિવશક્તિ હોટેલ સુધી ઉપયોગ કરવો પડતો હોય, જ્યાં સુધી બંને સર્વિસ રોડ ચાલવા લાયક ન થાય ત્યાં સુધી, હાઇવેની બંને સાઇડ મિસરી હોટેલ તેમજ શિવશક્તિ હોટેલ સુધી હાઇવે પર થતાં વાહનોના પાર્કિંગ ઉપર રોક લગાવવાની માંગ કરી છે. છેલ્લા 15 દિવસમાં બે અકસ્માત થયેલ હોય, જેમાં બે લોકોએ જીવ ગુમાવેલ હોય, જેની ખાસ નોંધ લઈ હવે બીજા લોકોનો જીવ જોખમમાં ન મુકાય તેમાટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..