વાંકાનેર : વર્ષાઋતુમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતો હોય છે. થોડા દિવસો પહેલા મોરબીના પાનેલી ગામે સર્વત્ર ઈયળો ઉભરાઈ પડવાની ઘટના બાદ હવે વાંકાનેરમાં આવેલા ગાયત્રી મંદિર વિસ્તારમાં ઈયળોના ઝુંડ ઉમટી પડ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોમાસા દરમિયાન માખી, મચ્છર, અળસિયા સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતો હોય છે. થોડા દિવસો પહેલા મોરબીમાં વરસાદ વરસતા પાનેલી ગામમાં મોટાભાગના ઘરોમાં ઈયળોએ આંતક મચાવ્યો હતો. જ્યાં જુઓ ત્યાં ઈયળો જ દેખાતી હતી. એ જ રીતે વાંકાનેરમાં તાજેતરમાં વરસાદ વરસ્યા બાદ બીજા દિવસે અચાનક જ ગાયત્રી મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં ઈયળો ઉભરાઈ પડી છે. મંદિરના પ્રવેશ દ્વાર, બારી-બારણાં, દીવાલો, પગથિયાં તમામ જગ્યાએ ઈયળો ચોંટી ગયેલી છે. જેના કારણે મંદિરમાં રહેતા અને આવતા-જતા લોકો પરેશાન થઈ ગયા છે. જો કે ડુંગરાળ વિસ્તાર હોવાથી દર વર્ષે વરસાદ બાદ આ પ્રકારે માહોલ જોવા મળતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..