સંસ્કૃતિ અને શિક્ષણની જાળવણી સાથે બાળકોનું ઘડતર કરવામાં માતૃશક્તિનો ફાળો અમૂલ્ય હોવા પર ભાર મુકાયો મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મહિલા સંવર્ગ માટે મોરબી જિલ્લા તરફથી એક ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. માતૃશક્તિની સંગઠનમાં ભૂમિકા આ બાબતે બહેનોને જોડીને બેઠક યોજાઇ હતી.આ બેઠકની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કલ્પનાબેન વાઢેરએ કરાવી હતી. ઉપસ્થિત જવાબદાર કાર્યકર્તાઓનો પરિચય હિતેશભાઈ ગોપાણીએ કરાવ્યો હતો. પલ્લવીબેન પટેલ દ્વારા સંગઠનનો પરિચય કરાવવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા તરીકે સામાજિક કાર્યકર કાજલબેન શીંગાળાએ ચોટદાર વક્તવ્ય આપ્યું હતું. તેઓએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શિક્ષણમાં મહિલાઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. સંસ્કૃતિ અને શિક્ષણની જાળવણી સાથે બાળકોનું ઘડતર કરવામાં માતૃશક્તિનો ફાળો અમૂલ્ય છે. બાળકોને શિક્ષણની સાથે જ સાચી માહિતીથી શરૂઆતથી જ માહિતગાર કરવા જોઈએ. મહિલાઓ દ્વારા જ સંગઠનમાં રહીને ઉમદા કાર્ય કરી શકીએ છીએ, એ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં અખિલ ભારતીય સચિવ મોહન પુરોહિત ઉપરાંત રાજ્ય મહિલા સંવર્ગ મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, રાજ્ય મંત્રી હેમાંગીબેન પટેલ તેમજ સૌરાષ્ટ્ર સંભાગ મંત્રી કલ્પનાબેન વાઢેર, રાજ્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી અમીબેન પટેલ જોડાયા હતા. આ બેઠકમાં મોરબી જિલ્લામાં જવાબદાર બહેનો મહિલા ઉપાધ્યક્ષ વીણાબેન, મહિલા મંત્રી કિરણબેન તેમજ વાંકાનેર મહિલા ઉપાધ્યક્ષ લાભુબેને આ બેઠકને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ બેઠકને અંતે મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અંતે કલ્પનાબેન વાઢેર દ્વારા કલ્યાણમંત્ર કરવી બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓનલાઇન બેઠકનું સંચાલન મોરબી જિલ્લા સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..