માળીયા (મી.) : માળીયા મિયાણા પોલીસ દ્વારા પ્રોહી. બુટલેગર્સ વિરૂધ્ધમાં ઇસ્યુ થયેલ પાસા વોરંટમાં છેલ્લા 4 વર્ષથી ધરપકડ ટાળતા બુટલેગર્સને પકડી પાસા તળે અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રોહીબિશન બુટલેગર પ્રકાશ સુખરામ કડવાસરા (ઉ.વ. 30, રહે. આરવા, તા. સાંચોર, જી. જાલોર (રાજસ્થાન)) વિરૂધ્ધ વર્ષ – 2017માં મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ એ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતો. જેથી, આરોપી પોતાની પાસા અટકાયત હેઠળ ધરપકડ ટાળવા છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે બુટલેગર પ્રકાશને શોધી કાઢી માળીયા મિયાણા પોલીસ મથકે લાવી પાસા હુકમની બજવણી કરી ગઇકાલે તા. 26ના પાસા તળે અટકાયત કરી મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે મોકલી આપવામા આવેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..