વરસાદમાં આખા રોડની પથારી ફેરવાઈ જતા વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ સર્વિસ રોડ વરસાદમાં ધોવાઈ ગયો હોવાથી દરરોજ ટ્રાફિકની હાડમારી સર્જાઈ છે. જેમાં વરસાદમાં આખા રોડની પથારી ફેરવાઈ જતા વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઉભું થયું છે.ત્યારે સંબધિત તંત્ર આ સર્વિસ રોડ ઉપર ખાડાઓનું રીપેરીગ કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના શનાળા બાયપાસ પાસેના બીજી તરફના વનવે નજીક હાલ પુલનું કામ ચાલી રહ્યું છે. તેની બાજુમાં સર્વિસ રોડ બનાવવા આવ્યો છે. પણ વરસાદમાં આ સર્વિસ રોડનું ધોવાણ થઈ ગયું છે. આ સર્વિસ રોડ ઉપર ખાડા પડી જતા આખે આખો રોડ તૂટી ગયો છે. જેથી, ઘણી ગાડીઓની ચેમ્બર અડી જાય એવી સ્થિતિ સર્જાઈ છે અને એકાદ-બે ગાડી ફસાઈ પણ ગઈ હતી. જેથી, ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આથી, લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડે છે. આ રોડની વરસાદમાં ખરાબ હાલત થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સંબધિત તંત્ર આ સર્વિસ રોડ ઉપર ખાડાઓનું રીપેરીંગ કરે તેવી માંગ ઉઠી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..