હળવદ : હળવદ તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. અહીંના લોકોને પરિવહન સુવિધા સરળતાથી મળે તે માટે તમામ ટ્રેનોનો સ્ટોપ આપવામાં આવે તેવી હળવદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે હળવદ એક પુરાતનનગરી છે. જે બ્રહ્મપુરી તરીકે જાણીતું છે. અહીં સવારથી લઈને રાત સુધી ટ્રેન વ્યવહાર ચાલુ હતો. મીટરગેજ બાદ બ્રોડગેજ બન્યું અને મીઠા ઉદ્યોગના કારણે રેલવેને કરોડોની કમાણી થઈ છે. અહીંના લોકો સ્વાસ્થ્ય સંદર્ભે અમદાવાદ સાથે જોડાયેલા છે. અહીં દરેક ટ્રેનનો સ્ટોપ મળે તેવી માંગ છે. વધુમાં અહીં ભુજ- દાદર એક્સપ્રેસ, દાદર- ભુજ એક્સપ્રેસ, ભુજ- પુણે, બ્રાન્દ્રા- ભુજ અને ભુજ- બ્રાન્દ્રા ટ્રેનનો સ્ટોપ હતો. પણ કોરોના અને પ્લેટફોર્મના કામના કારણે સ્ટોપ રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી આ ટ્રેનોની સુવિધા અહીં મળતી નથી. જે પુનઃશરૂ કરવામાં આવે. આ સાથે બેંગ્લોર-ગાંધીધામ એક્સપ્રેસ, ગાંધીધામ- નાગરકોયલી એક્સપ્રેસ, ગાંધીધામ- પુરી એક્સપ્રેસ, ગાંધીધામ- હાવડા એક્સપ્રેસ ટ્રેનનો પણ બે મિનિટનો સ્ટોપ આપવામાં આવે તેવી માંગ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..