સ્વાદના શોખીનો માટે એકથી એક ચડિયાતી વાનગી, બાળકો માટે પણ ખાસ ફૂડ : એક વખત લ્હાવો લેવા જેવો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ બહાર ફરવા ગયા હશે ત્યારે રૂફટોપ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ તો માણ્યો જ હશે. પણ હવે આવી રીતે જમવું મોરબીમાં પણ શક્ય બન્યું છે. કારણકે મોરબીમાં સૌ પ્રથમ રૂફટોપ રેસ્ટોરન્ટનો પ્રારંભ થઇ ચુક્યો છે. જ્યાં ધાબા ઉપર મસ્ત ખુલ્લી હવામાં ચટાકેદાર ભોજનનો જલસો માણવા જેવો છે. તો આજે જ તેનો લ્હાવો લેવા જરૂર પધારો. મોરબી- રાજકોટ હાઇવે પર શનાળા નજીક અજંતા કલોક પાસે વૃંદાવન પાર્ટીપ્લોટ સામે ઉમા કોમ્પ્લેક્ષમાં રૂફટોપ રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો છે. અહીં ધાબા ઉપર ખુલ્લી હવામાં જમવાની મજા જ કંઈક અલગ છે. જો કે અહીં એસી હોલની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. લોકો પોતાની પસંદ મુજબની જગ્યાએ બેસી સ્વાદિષ્ટ જમવાનો આનંદ લઈ શકે છે. અહીં બ્રેવરેજીસ એન્ડ મિલ્ક શેક, સલાડ્સ, સૂપ એન્ડ સોરભા, પાન એશિયન સ્ટાર્ટર, તંદુરી સ્ટાર્ટર, સિઝલર, કોન્ટીનેન્ટલ, પાન એશિયન મેઈન કોર્સ, ઇન્ડિયન ક્યુઝીન પનીર, ઇન્ડિયન ક્યુઝીન વેજીટેબલ, લેન્ટીલ કરી દાલ, રાઇસ એન્ડ બીરિયાની, ઇન્ડિયન બ્રેડ, સેન્ડવીચ, પીઝા, આઈસ્ક્રીમ, ડેઝર્ટ, ક્યૂટ કિડઝ સ્પેશિયલ, ક્રન્ચી ઢોસા, સ્પેશિયલ ચૂલાના ઢોસા, ફ્લેવર ઢોસા, ડીપ સોડા, સ્ટફ ઢોસા, ફેન્સી ઢોસા, ભાજી મસાલા, ઉત્તપમ, ઈડલી, મેન્દુવડા, આઇસક્રીમ કોર્ન ઢોસા સહિતની કેટેગરીમાં અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ છે. અહીં જમવાનું એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. જેમાં ફૂડ કલર કે અન્ય કોઈ હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. રેસ્ટોરન્ટનો સમય સવારે 11થી રાત્રીના 11 વાગ્યાનો છે. વધુ વિગત માટે મો.નં. 7202898402 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.